ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 8:16 એ એમ (AM) | છેતરપિંડી

printer

બીઝેડ ગ્રૂપ દ્વારા છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થા 22 મિલકતોને ટાંચમાં લેશે.

બીઝેડ ગ્રૂપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થાને 22 મિલકતો મળી આવી છે જેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. CID ક્રાઇમના અધિક પોલિસ મહાનિદેશક રાજકુમાર પાંડિયને ગઇ કાલે જણાવ્યું હતું કે BZના એજન્ટ રોકાણકારોને ફરિયાદ કરવાની ના પાડે છે.
આવા એજન્ટોને તેમણે કડક પગલાં લેવાની ચીમકી આપી છે. તેમણે રોકાણકારોને પણ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહ અંગેની માહિતી આપવા વિનંતી કરી હતી. બીઝેડ ગ્રૂપમાં પાંચથી છ ક્રિકેટરોએ રોકાણ કર્યું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. રોકાણકારો મોટા ભાગે શિક્ષક હોવાનું સામે આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ