ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે.
નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.
અગાઉ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટે 221 રન કર્યા હતા. નિતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 74 રન કર્યા હતા, જ્યારે રિન્કુ સિંહે 53 અને હાર્દિક પંડ્યાએ 32 રન કર્યા હતા.
બાંગલાદેશ વતી રિશદ હોસેને ત્રણ વિકેટ લીધી હતી. નિતિશ કુમાર રેડ્ડીને ઓલ રાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ શનિવારે સાંજે સાત વાગ્યાથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ