બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી.
રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક અને કોસી નદીના જળસ્તરમાં થયેલા વધારા બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોને સહાયનો આ બીજા તબક્કો છે.
આ પૂર્વે બિહાર સરકાર 4.38 લાખ પૂર પરિવારોને 307 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બિહાર થોડા સમયના જ અંતરાલમાં બે વાર પૂરનો ભોગ બન્યું હતું.