કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA વિકાસનો પર્યાય બની ગયું છે. ગઇકાલે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને પૂરનો ભય ભૂતકાળ બની જશે.શ્રી શાહે ગઇકાલે પટનામાં NDA ના પાંચેય ઘટક પક્ષોના નેતાઓની બેઠક યોજી હતી. તેમણે આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીઓ સંબંધિત રણનીતિ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Site Admin | માર્ચ 31, 2025 9:46 એ એમ (AM)
બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA વિકાસનો પર્યાય બની ગયું-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
