બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. આજે પર્વના બીજા દિવસે ખરનાની વિધિ કરવામાં આવશે. આજે સૂર્ય દેવ અને માતા છઠને અર્ધ્ય આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ખીર અને રોટલી ગ્રહણ કરશે. રાજ્યના ઘણા ભાગોમાં આ અનુષ્ઠાનને લોહંડા તરીકે ઓળખવામાં આવે છે. ખરના બાદ 36 કલાકના ઉપાવાસ શરૂ થશે. શુક્રવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ પર્વનું સમાપન થશે. છઠ પ્રસગે નદી ઘાટ પર ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ ઘાટ પર સ્વચ્છતા માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પટણામાં ગંગા નદીના કિનારે 102 છઠ ઘાટ બનાવવામાં આવ્યા છે. નદીઓમાં ખાનગી બોટ સહિતની સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. જ્યારે તટો પર રેસક્યૂ માટે ખાત ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના મંદિરોમાં છઠ પૂજા સમારોહ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે. ઓરંગાબાદમાં દેવ સૂર્ય મંદિર, નાલંદાના ઓંગારી ધામ મંદિર, નવાદા જિલ્લાના હડિયા સૂર્ય મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 6, 2024 9:52 એ એમ (AM) | #ChhathPuja #akashvani