બિહારમાં કોસી નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના 16 જિલ્લામાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે. છેલ્લા 48 કલાકમાં સીમાંચલ અને રાજ્યના પૂર્વ ભાગોમાં સ્થિતિ વિકટ બની છે. મધેપુરા અને સહરસા જિલ્લામાં અનેક ગામો જળમગ્ન થયા છે. કોસી, બાગમતી અને ગંડક સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યના 12 લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત સીતામઢી અને દરભંગા જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે . ભારતીય વાયુસેના પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.રાજ્યના કૃષિ વિભાગે અધિકારીઓને એક સપ્તાહની અંદર સર્વે કરી પૂરને કારણે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 4:10 પી એમ(PM)
બિહારમાં કોસી નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના 16 જિલ્લામાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે
