બિહારના રાજગીરમાં મહિલા હોકી ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ થયો છે. જાપાન અને દક્ષિણકોરિયા વચ્ચેની પ્રથમ મેચ ડ્રોમાં પરિણમી હતી. બીજી મેચમાં ચીને થાઇલેન્ડને 15-શૂન્યથીપરાજય આપ્યો હતો. નવનિયુક્ત કેપ્ટન સલિમા તેટેના વડપણ હેઠળની ભારતીય ટીમે મલેશિયાનેચાર શૂન્યથી પરાજ્ય આપ્યો હતો. અનેક પેનલ્ટી કોર્નર્સ ગુમાવ્યા છતાં ભારતીય ખેલાડીઓતેમાંનાં ત્રણને ગોલમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યજમાન ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, મલેશિયા અને ચીન એમ કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. મુખ્યમંત્રી નિતિશકુમારે સ્પર્ધાનુંઔપચારિક ઉદઘાટન કર્યું હતું. નાલંદા જિલ્લામાં આવેલા પ્રસિધ્ધઆંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ રાજગીરમાં નિર્મિત અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતેપ્રથમ વાર આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા યોજાઈ રહી છે. 10 દિવસની સ્પર્ધામાં કુલ 20મેચો રમાશે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:57 પી એમ(PM)