બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરતા રાહતકાર્યો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યના 16 જિલ્લાઓમાં અંદાજે 10 લાખ લોકોને પૂરને પગલે અસર થવા પામી છે. ચાર જિલ્લાઓ પશ્ચિંમ પંચારણ, સીતામઢી, દરભંગા અને પર્વીય ચંપારણ પૂરને પગલે સૌથી વધુ પ્રભાવિત થાય છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 7:13 પી એમ(PM)