બિહારના પટનામાં ગઈકાલે સેપક ટકરા વિશ્વકપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ક્વોડ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા. પુરુષ ટીમનો સેમિફાઇનલમાં વિયેતનામ સામે 1-2 થી પરાજય થયો હતો. થાઇલેન્ડે સુવર્ણ જ્યારે વિયેતનામે રજતચંદ્રક મેળવ્યો હતો.
મહિલા વર્ગની સેમિફાઇનલમાં ભારતનો થાઇલેન્ડ સામે 0-2થી પરાજય થયો હતો. વિયેતનામે સુવર્ણ અને થાઇલેન્ડે રજત ચંદ્રક જીત્યો હતો. ટુર્નામેન્ટમાં આજથી ડબલ્સ મેચો શરૂ થશે. તેમાં વીસ દેશોની ટીમો ભાગ લેશે.
Site Admin | માર્ચ 22, 2025 8:32 એ એમ (AM)
બિહારના પટનામાં ગઈકાલે સેપક ટકરા વિશ્વકપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ક્વોડ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા
