બાલાસિનોરમાં મેડિકલ ડીગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે.
મહીસાગરનાં અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ બંન્ને આરોપી બિમાર લોકોની તપાસ કરીને એલોપેથીક દવા અને ઈન્જેક્શન આપીને લોકોની ગેરકાયદેસર સારવાર કરતાં હતાં.
આ અંગે બાલાસિનોર SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 3:37 પી એમ(PM)