ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 8:17 પી એમ(PM)

printer

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને બપોરે એક વાગ્યા સુધી રાજીનામું આપવાનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત પરિસરમાં ન્યાયમૂર્તિએ માધ્યમોને જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપશે. વિરોધ કરતા વિદ્યાર્થીઓએ રાજીનામું ન આપે તો ન્યાયાધીશોના આવાસનો ઘેરાવ કરવાની ધમકી આપી હતી. તો આ તરફ આવામીલીગના સંયુક્ત મહાસચિવ મહબુબુલ આલમ હનીફે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પ્રૉફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
દરમિયાન તેમણે આ સરકારને દેશમાં ચાલી રહેલી લૂંટ, હત્યા, આગચંપીની ઘટનાને રોકવા કડક પગલાં ભરવાનો આગ્રહ કર્યો હતો. આ બધાની વચ્ચે ગઈકાલે ઢાકા મહાનગર પોલીસ – DMP હેઠળ આવતા 50 પોલીસમથકમાંથી 29 પોલીસમથકની સેવા પુર્વવત્ કરવામાં આવી છે. જ્યારે અન્ય 21 પોલીસમથકનું કામ હજી સુધી શરૂ નથી થઈ. આ પહેલા બુધવારે નવનિયુક્ત પોલીસ મહાનિરીક્ષક મોહમ્મદ મૈનુલ ઈસ્લામે 25 કલાકમાં પોલીસમથક પર કામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ