બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાંથી પાછા બોલાવવા માટે ભારત સરકારને રાજદ્વારી પત્ર મોકલ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલયને સુશ્રી શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન તરફથી આ સંબંધમાં પત્ર મળ્યો છે. શ્રીમતી શેખ હસીનાને ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના પદેથી દૂર કરવામાં આવ્યા ત્યારથી તેઓએ ભારતમાં શરણ લીધી છે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:23 એ એમ (AM) | શેખ હસીના