બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી – BNP એ માંગ કરી છે કે દેશની વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ. BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશના અહેવાલ મુજબ,ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે સોમવારે રાત્રે પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. BNPના મહાસચિવે વચગાળાની સરકાર,ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોને આ વર્ષના મધ્ય સુધીમાં ચૂંટણી કરાવવા માટે પગલાં લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હવે વહીવટ ઘણો સ્થિર થઈ ગયો છેઅને ચૂંટણી મુલતવી રાખવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે ચૂંટાયેલી સરકારનો કોઈ વિકલ્પ નથી અને ચૂંટણીમાં જેટલી વિલંબ થશે, તેટલું જ આર્થિકઅને રાજકીય સંકટ વધુ ઘેરું બનશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:04 પી એમ(PM)