બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.
સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બક્ષવામાં નહી આવે અને તેમની સામે કડક પગલાં લેવાશે.
દરમિયાન સરહદ સલામત દળ બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ આજે ત્રિપુરામાં 856 કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશ આતરરાષ્ટ્રીય સરહદ પર સલમતીની સ્થિતિની સમીક્ષા કરી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:08 પી એમ(PM) | બાંગ્લાદેશ
બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે
