બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સુધારા લાવવા માટે છ કમિશનનીરચના કરવાની જાહેરાત કરી છે. મુખ્યસલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, બંધારણ, ચૂંટણી પ્રણાલી,ન્યાયતંત્ર,પોલીસ,ભ્રષ્ટાચાર વિરોધી આયોગ અને જાહેર વહીવટ આ છ ક્ષેત્રોના કમિશનની રચના કરાઈ છે.યુનુસે વધુમાં જણાવ્યું કે, આ કમિશનના વડાતરીકે છ પ્રતિષ્ઠિત નાગરિકોની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીયછે કે, કમિશનના અહેવાલના આધારે સરકાર આગામી તબક્કે મુખ્યરાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરશે
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 2:27 પી એમ(PM) | બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સુધારો લાવવા છ કમિશનની રચના કરી
