ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 4, 2024 7:00 પી એમ(PM)

printer

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન 20થી વધુના મોત થયાના અહેવાલ

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાંકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુના મોત થયાના અહેવાલ છે. જ્યારે કેટલાકને ગંભીર રીતે ઇજા થવા પામી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાંકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યૂની જાહેરાત કરી છે. કોઈ પણ ઘડીએ ઇન્ટરનેટ સેવા બંધ કરીદેવાય તેવી શક્યતા છે. ઢાંકા સહિત અનેક વિસ્તારોમા આજે સવારથી જ દુકાનો, શાળાઓ અને ઑફિસો બંધ રહી હતી. પ્રધાનમંત્રી શેખ હસિનાએ વિદ્યાર્થી સંગઠનો સામે વાટાઘાટોની રજૂઆત મૂકી હતી. જોકે વિદ્યાર્થીઓએ તે ફગાવી દીધી છે. આ પૂર્વે પ્રધાનમંત્રી શેખ હસિનાએ સવારેરાષ્ટ્રિય સુરક્ષા સમિતિ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિવિધ મંત્રાલયોના મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સચિવ, સૈન્ય, નૌકાદળ, વાયુદળ, બૉર્ડર ગાર્ડ્સ બાંગ્લાદૈશ, પોલીસ અને તટરક્ષક દળોના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ અનામતમાં સુધારાઓ, વિદ્યાર્થીઓની હત્યા, તેમજ તેમની પડતર માગોને લઈને પ્રધાનમંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ