બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા.. રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણના ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા.. આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતા.
આ ચાર કેસમાં કુલ 437 નામજોગ અને 11,100 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે વિદ્યાર્થીઓ અને વિરોધ કરી રહેલા અંસારના જવાનો વચ્ચે ઘર્ષણ થતાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં છ સૈન્યના જવાનો પણ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્ત જવાનોમાંથી એકની હાલત ગંભીર છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM) | બાંગ્લાદેશ