બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક નિવેદનમાં, UPDFએ જણાવ્યું હતું કે બુધવારે સવારે તોફાની તત્વોએ તેનાં ત્રણ કાર્યકરો પર ગોળીબાર કરતાં તેમનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
UPDF બાંગ્લાદેશના ચટગાંવ પર્વતીય વિસ્તારનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. UPDFએ આવતી કાલે જિલ્લામાં એક દિવસના બંધનું એલાન આપ્યું છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:57 પી એમ(PM)
બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી
