બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઘોષની સાથે રહેવા માટે ચટ્ટોગ્રામના વકીલ રાખવાની શરતે અરજી સ્વીકારી છે. રવીન્દ્ર ઘોષે આ માટે સ્થાનિક વકીલ સુમિત આચાર્યની નિયુક્તિ કરી હતી
ગઈકાલે, ચટ્ટોગ્રામ બાર એસોસિએશનના કોઈપણ સભ્ય તરફથી વકિલાતનામુ ન રજૂ થતાં રવિન્દ્ર ઘોષ દ્વારા કરાયેલી ચિન્મય કૃષ્ણ દાસની આગોતરા જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી.
Site Admin | ડિસેમ્બર 12, 2024 6:49 પી એમ(PM) | બાંગ્લાદેશ