બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે અને અન્ય 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે બે બસોમાં આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે.
અગ્નિશમન દળોએ આગ પર કાબુ મેળવ્યો છે. અકસ્માતને કારણે ઢાકા-અરિચા હાઇવે પર ટ્રાફિક ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM) | બાંગ્લાદેશ