બાંગ્લાદેશની હાઈકોર્ટે ચટ્ટોગ્રામમાં 10 ટ્રક ભરીને હથિયારોના કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાન બાબર અને અન્ય પાંચને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ કોર્ટ આ તમામને મૃત્યુદંડની સજા ફટકારી હતી. યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ (યુએનબી) અહેવાલ પ્રમાણે કોર્ટે આ કેસમાં છ દોષિતોની ફાંસીની સજાને ઘટાડીને 10 વર્ષની કેદમાં ફેરવી દીધી હતી.
ભારતીય અલગતાવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)ના નેતા પરેશ બરુઆ, અન્ય એક મૃત્યુદંડના દોષિતની સજા ઘટાડીને આજીવન કારાવાસ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના ઈતિહાસમાં 10 ટ્રક હથિયારોની હેરાફેરીનો સૌથી મોટો આર્મ્સ સ્મગલિંગનો મામલો માનવામાં આવે છે. તપાસકર્તાઓનું માનવું હતું કે ડિલિવરી ઉલ્ફાને કરવાની હતી. આ મામલો એપ્રિલ પહેલી એપ્રિલ , 2004નો છે, જ્યારે ચિટાગોંગ યુરિયા ફર્ટિલાઇઝર લિમિટેડ (CUFL) જેટી પર 10 ટ્રક લોડ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:06 પી એમ(PM) | બાંગ્લાદેશ