બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં વિવાદીત અનામત વ્યવસ્થાને ગેરકાયદેસર ગણાવતા તેના પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓને વર્ગોમાં પાછા જવા માટે અપીલ કરી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વ્યાપી પ્રદર્શનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. સર્વોચ્ચ આદાલતે પોતાના ચુકાદામાં સરકારી નોકરીઓમાં 1971 યુદ્ધના શહીદોના વંશજો માટેની અનામતને 30થી ઘટાડીને 5 ટકા કરી દીધી છે.
વર્ષ 2018માં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાની સરકારે આ અનામત પ્રથાને નાબુદ કરી હતી. જોકે ગત માસમાં બાંગ્લાદેશની નીચલી અદાલતે તેને ફરીથી બહાલ કરી હતી. જે બાદ સમગ્ર દેશમાં હિંસક દેખાવો થયા. ગત ગુરુવાર સુધી બંગ્લાદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ હતી. સ્થિતિને જોતા સરકારે શૂટ-એન્ડ સાઇટના આદેશ આપ્યા હતા.