બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી છે. ગઈકાલે ઢાકામાં મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓ સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો વિદેશી મીડિયા દ્વારા ફરી સામે આવ્યો છે પરંતુ વાસ્તવિકતા અને પ્રકાશિત સમાચાર વચ્ચે માહિતીનું અંતર છે. શ્રી યુનુસે કહ્યું કે સરકાર આ વિષે સચોટ માહિતી જાણવા માંગે છે અને એ માટે તેમણે ધર્મગુરુઓને સંવાદમાં જોડાવા વિનંતી કરી છે. જેથી દેશમાં લઘુમતીઓ પર હુમલાની કોઈ ઘટના બને તો તેની તાત્કાલિક માહિતી એકત્ર કરી ગુનેગારોને સજા આપી શકાય.
શ્રી યુનુસે આવી ઘટનાઓને રોકવા અને પીડિતો માટે તાત્કાલિક ઉપાય સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM) | બાંગ્લાદેશ