બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે. આ સંગ્રહાલય બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપ્રમુખ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનાં પિતા શેખ મુજીબૂર રહેમાનનું અંગત નિવાસસ્થાન હતું. વિરોધ કરી રહેલા ટોળાએ ગતરાત્રે
સંગ્રહાલયને નુકસાન પહોંચાડી તેને આગ ચાંપી દીધી હતી.
એક સમાચારપત્રના જણાવ્યા મુજબ, ધાનમંડી 32 તરફ બૂલડોઝર સરઘસ કાઢવા સોશિયલ મીડિયા પર કરાયેલા આહ્વાન બાદ આ ઘટના બની હતી. વહીવટી તંત્રએ યોગ્ય પોલીસ દળ તહેનાત હોવાનો દાવો કર્યો, પરંતુ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે, સંગ્રહાલય તરફ આવતી ભીડને રોકવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહતી આવી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM) | બાંગ્લાદેશ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે
