બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ પાડોશી દેશમાં વચગાળાની સરકાર રચવા માટેની કવાયત તેજ બની છે. દરમિયાન વિદ્યાર્થી સંગઠનોની માગ પર નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી યુનુસ ખાનને નવી સરકારના મુખ્ય સલાહકાર નિમાય તેવી શક્યતા છે. એક અહેવાલ પ્રમાણે બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસિના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી.
દરમિયાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમના માતા રાજકરણમાં પાછા નહીં ફરે. પૂર્વ મુખ્ય સલાહકાર સાજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા શેખ હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો છે. વધુમાં ઉમેર્યું કે તેમણે 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું, પરંતુ વર્તમાન સ્થિતિથી તેઓ ખૂબ જ નારાજ છે.
ગઈકાલે ઢાકામાં વિદ્યાર્થી સંગઠનોએ વિશાળ કૂચ બાદ સરકારી કચેરીઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ સહિતના મહત્વના સ્થાનો પર હલ્લો બોલાવ્યો હતો.
સૈન્ય પ્રમુખની જાહેરાત બાદ સરકારી અને અર્ધસરકારી ઑફિસ, ખાનગી ઑફિસ, ફેક્ટરી, શાળા સહિત તમામ પ્રકારની શિક્ષણ સંસ્થાઓ આજે રાબેતા મુજબ ખુલી છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લા એક મહિનાથી થઈ રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 2:33 પી એમ(PM) | બાંગ્લાદેશ