બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું.
મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદે ઢાકામાં પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, “પાસપોર્ટ વિભાગે ગુમ થયેલા 22 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. જ્યારે શેખ હસીના સહિત 75 લોકોના પાસપોર્ટ જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની સંડોવણીને કારણે રદ કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM)
બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિતના 97 નાગરિકોના પાસપોર્ટ રદ કર્યા
