ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 2:14 પી એમ(PM)

printer

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. – મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓ પરની કાર્યવાહી બાદ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે “કોઈ સમાધાન” કરાશે નહીં. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકો, રાષ્ટ્રીય રાજધાની અને મહારાષ્ટ્રમાં કથિત રીતે પ્રવેશી રહ્યા છે અને સ્થાયી થયા હોવાના અહેવાલો વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ