બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશના કેટલાક ભાગોમાં તણાવ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
દેખાવકારો પ્રધાનમંત્રી શેખ હસિનાના રાજીનામાની માગ કરી રહ્યા છે. સરકારે ગઈકાલે ઢાંકા સહિતના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાગુ કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થી સંગઠનોએ આજે ઢાંકામાં વિશાળ રેલીનું આહ્વાન કર્યું છે. સરકારે હિંસાની શક્યતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા આજથી ત્રણ દિવસ માટે દેશમાં જાહેર રજાની જાહેરાત કરી છે. તણાવને પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. કોલિંગ માટે માત્ર બીજી સેવા ચાલુ રહેશે
Site Admin | ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM) | Bangladesh | news
બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી
