પાકિસ્તાનમાં, આજે બલુચિસ્તાનના માચ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી 450 થી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે. આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા. મીડિયા અહેવાલોમાં બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને કહેવાયુ છે કે, બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી ટ્રેન પર હુમલા દરમિયાન ભારે ગોળીબાર થયો હતો જેના કારણે તે પાટા પરથી ઉતરી ગઈ હતી.
આ ઘટના દરમિયાન આતંકવાદીઓ દ્વારા મહિલાઓ અને બાળકો સહિત અનેક મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. આ પ્રદેશમાં કાર્યરત એક આતંકવાદી અલગતાવાદી જૂથ, બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી હતી. આ જૂથે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે કોઈપણ લશ્કરી પ્રતિક્રિયાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
Site Admin | માર્ચ 11, 2025 7:37 પી એમ(PM) | પાકિસ્તાન
બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો- 450થી વધુ મુસાફરોને બંધક બનાવાયા
