“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમાલ
સહિતની વસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણના પટોળાની કળા 900 વર્ષ કરતાં પણ વધારે જૂની છે અને આધુનિકતા વચ્ચે પણ પટોળાની ભાત અને કલા જળવાયેલી રહી છે.
Site Admin | નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM) | Akashvani | akashvaninews | Barlin Expo | Germany | Gujarat | India | news | newsupdate | patan | Patola | ગુજરાત | જર્મની | પટોળાં | બર્લિન એક્સપો | ભારત