ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 6:43 પી એમ(PM)

printer

બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સૉલાર ગામ બન્યું

બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સૉલાર ગામ બન્યું છે. 800 લોકોની વસતિ ધરાવતું અને પાકિસ્તાન સરહદથી 40 કિલોમીટરના અંતરે આવેલા આ ગામના કુલ 119 ઘર પર સૉલાર રૂફટૉપ લગાવવામાં આવ્યા છે. આ તમામ ઘરોમાં 225 કિલોવૉટથી વધુની વીજળી મળી રહી છે. મહેસુલ વિભાગ, UGVCL, બૅન્ક અને સૉલાર કંપનીના સહયોગથી એક કરોડ 16 લાખ રૂપિયાનો સંપૂર્ણ પ્રૉજેક્ટ સ્થાપિત કરાયો છે. બૉર્ડર ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના છ મળી કુલ 17 ગામને સંપૂર્ણ સૉલાર ગામ બનાવવા પણ તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ