ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 4:37 પી એમ(PM)

printer

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. બપોર બાદ એક વાગ્યા સુધીમાં 39.12 ટકા મતદાન નોંધાયું છે. વાવની પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ સહિત 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર કુલ ત્રણ તાલુકા ના 179 મતદાન મથકો છે. અને કુલ 321 મતદાન મથકો છે. યુવાન મતદારોથી લઈ વડીલ મતદારો ઉત્સાહજનક રીતે મતદાન કરી રહ્યા છે. વાવ બેઠક પર કુલ 3 લાખ દસ હજાર કરતા વધુ મતદારો છે.પેટા ચૂંટણીમાં અંદાજિત 1400 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.અત્યાર સુધી ક્યાંય પણ અનિચ્છનીય ઘટના ના કોઈ સમાચાર નથી.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, કેશરગઢના મતદારોએ વાવ વિધાનસભાની બેઠક ઉપર મતદાન કર્યું હતું. જોકે સીમાંકન મુજબ આ ગામ પાટણના સાંતલપુર તાલુકામાં આવેલું છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ગામનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં થાય છે. વાવ વિધાનસભાના આ છેલ્લાં ગામના મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ