બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.
Site Admin | નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #vav | Gujarat | newsupdate | ગુજરાત | ચૂંટણી | વિધાનસભા | વિધાનસભા ચૂંટણી
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.
