ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:45 એ એમ (AM) | બનાસકાંઠા

printer

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો છે.
આ અંગે અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા.
ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમુનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનુ જાહેર થતાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમામ કેસોમાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલ કુલ ૧૦ કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ