બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જિલ્લાના કુલ ૧ હજાર ૨૮૮ લાખ કરતા વધુના ૩૬૨ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરાયું હતું.
આ બેઠકમાં મંત્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 17, 2024 9:53 એ એમ (AM) | બનાસકાંઠા