બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા-ચૂંટણી માટે આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ કરાશે. પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્રમાં આવતીકાલે 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરાશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 159થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાશે.
મતગણતરી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરાયા છે. તેમજ 400 જેટલા પોલીસ જવાનો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, રાજ્ય અનામત પોલીસના જવાનો મતગણતરી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખશે. માહિતી અને ફરિયાદ માટે જિલ્લાકક્ષાએ એક નિયંત્રણ ખંડ પણ કાર્યરત્ કરાયો છે. ઉપરાંત હેલ્પલાઈન નંબર 1950 જાહેર કરાયો છે. આ પહેલા જિલ્લા ચંટણી અધિકારી મિહીર પટેલે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
Site Admin | નવેમ્બર 22, 2024 7:14 પી એમ(PM) | પેટા-ચૂંટણી
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે
