કેન્દ્રીય ચૂંટણીપંચે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર 13 નવેમ્બરના રોજ આ બેઠક માટે મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. 18 ઓક્ટોબરના રોજ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જ્યારે 25 ઑક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે.
આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોર ચૂંટાઈ આવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી.