ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 8:11 પી એમ(PM) | બનાસકાંઠા

printer

બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની હાલની પોણા ચાર મીટરની પહોળાઈને વધારીને 7 મીટર કરીને તેને દ્વિ-માર્ગીય બનાવવામાં આવશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિવિધ રાજકીય આગેવાન સહિત વિવિધ વર્ગો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ પોણા ચાર મીટરના સ્થાને 7 મીટર બનાવાશે. આથી, ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જનાર વાહનવ્યવહારને સરળતા થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ