બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર વિગેરેના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા વધુ પ્રમાણમાં દેખાતા તેને અખાદ્ય જાહેર કરાયા હતા. આ સંદર્ભે જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:17 પી એમ(PM) | બનાસકાંઠા