બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, પાલનપુરના આ મહિલાને ગઈકાલે બ્રેઈનડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ તેમની આંખ, કિડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓને નવું જીવન મળશે. આ રીતે જિલ્લામાં એક જ અઠવડિયામાં બીજી વખત અંગોનું દાન મળ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 3:09 પી એમ(PM)
બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે
