બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો છે.આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશભરના ૩૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે.. આ કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ ક્ષેત્ર ભાગ ભજવશે.આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડોક્ટર આર એમ ચૌહાણે કહ્યું હતું કે યુનિવર્સિટી ખાતે હળદરના પ્રાકૃતિક પાકમાં સામાન્ય ખેતી કરતા બમણું ઉત્પાદન મળ્યું એને વર્તમાન સમયમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM) | બનાસકાંઠા
બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો
