બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના ખેડૂતોને તેના દ્વારા મળતા ફાયદા વિષે વાત કરી હતી. આગામી સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં કયું વાવેતર કરવાનું છે અને તેમાં કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તે આ માટી પરીક્ષણ ઉપરથી નક્કી થશે. ખેડૂતોને ઘરે બેઠા ખેતી લક્ષી માહિતી મળશે તેમ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 7:26 પી એમ(PM) | બનાસકાંઠા