બનાસકાંઠાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસા ખાતે ત્રણ પેઢીમાં દરોડા પાડી શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો જપ્ત કર્યો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, તંત્રે
આ ત્રણ દરોડામાં 28 લાખ 79 હજાર 895 રૂપિયાની કિંમતનો અંદાજે 10 હજાર 638 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. આ ખાદ્યપદાર્થો શંકાસ્પદ ગુણવત્તાવાળા હોવાથી લીધેલા નમૂનાઓના
પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:25 પી એમ(PM)