બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી.
ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, સંતશ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ખાતે આગામી 21મી જુલાઇ, રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. જેના ભાગરૂપે આજે આશ્રમના સત્સંગ હોલમાં આશરે 350 ગામોના 700 જેટલા સ્વયંસેવકોની એક બેઠક મળી હતી. તેમાં ગામ દીઠ મુખ્ય બે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કામગીરીની વહેંચણી કરી જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમા મહોત્સવમાં આશરે એક લાખથી પણ વધારે ભક્તો જોડાય તેવી શક્યતા છે.. સમગ્ર આશ્રમના પરિસર તેમજ બંને રસોડા વિભાગમાં સઘન રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Site Admin | જુલાઇ 14, 2024 8:02 પી એમ(PM)
બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી
