બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશની સાથે સાથે રાજ્યમાં અનેક સ્થળોએ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ રહી છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર સહિત વિવિધ સામાજિક આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપના દહાણું અને દમણ દીવપ્રદેશ કાર્યાલય ખાતે પણ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
Site Admin | ડિસેમ્બર 6, 2024 6:51 પી એમ(PM) | ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકર
બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે
