ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 11, 2024 4:20 પી એમ(PM) | બંગાળ

printer

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સટેકના વિદેશ મંત્રીઓની યજમાની કરશે.
આ આયોજન બિમ્સટેક સમૂહના સભ્યોને બંગાળની ખાડી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, સંપર્ક, વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રમાં સહયોગને વ્યાપક અને મજબૂત કરવાની તક પૂરી પાડશે.
દરમિયાન થાઈલેન્ડના વિદેશ મંત્રી મેરિસ સંગિયામપોંગસા બિમ્સટેક વિદેશ મંત્રીઓની બીજી પરિષદમાં ભાગ લેવા માટે દિલ્લી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ભારત બિમ્સટેકના વર્તમાન અધ્યક્ષ તરીકે થાઈલેન્ડની રચનાત્મક ભૂમિકાને મહત્ત્વ આપે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. પહેલી પરિષદ ગત વર્ષે જુલાઈમાં થાઈલેન્ડના બેન્કોક ખાતે યોજાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ