બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે.
વાપી, વાંસદા, પલસાણા, મહુવા, ધરમપુર, ઉના, બારડોલી, ચીખલી સહિત 18 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો છે. સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે.
અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, જિલ્લાના લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પવન અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદી ઝાપટાં પડયા છે.
પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગોધરા પંથકમાં ગઇકાલે અડધા કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:23 એ એમ (AM) | ચોમાસા