અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ફ્લાવર શોને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ- વેડિંગ શૂટ કરાવી શકાશે. વેબ સિરીઝ તેમજ મુવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. જેનો ચાર્જ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેમ અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:35 પી એમ(PM) | ફ્લાવર શો