ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી 6 સપ્ટેમ્બરે ભારતીય ટુકડીને ફ્લેગ ઓફ કરશે. મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ કહ્યું કે ભારતીય ટીમમાં સામેલ ભાગ લેનારાઓ નિષ્ણાતો પાસેથી તાલીમ લીધી છે.
આ કાર્યક્રમ માટેના સ્પર્ધકોની પસંદગી આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી ભારત કૌશલ્ય પ્રતિયોગીતામાંથી કરવામાં આવી છે.આ સ્પર્ધા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદન, માહિતી ટેકનોલોજી અને સર્જનાત્મક કલા સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી યુવાનોને ઓળખવાનો છે
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:55 પી એમ(PM) | વિશ્વ કૌશલ્ય સ્પર્ધા
ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
