ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભાને સંબોધતા શ્રી મેક્રોંએ ભારતનું સમર્થન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત સાથે જાપાન, જર્મની, બ્રાઝિલના કાયમી સભ્યપદનું પણ સમર્થન કર્યું. ફ્રાન્સના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર અને ખાસ કરીને તેની સુરક્ષા પરિષદની વર્તમાન રચનામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી તેને વધુ અસરકારક પ્રતિનિધિત્વ મળે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:21 પી એમ(PM) | ફ્રાન્સ
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું
